જરૂરી તો નથી.
તારી ફિકર કરવા, તારી સાથે સબંધ હોવો જરૂરી તો નથી. તને પ્રેમ કરવા, તારી હા હોવી જરૂરી તો નથી. તને મળવા, તારું પાસે હોવું જરૂરી તો નથી. તને વિચારવા, તારી યાદ આવવી જરૂરી તો નથી. તારી સાથે વાત કરવા, તારું સાંભળવું જરૂરી તો નથી. તને મહેસુસ કરવા, તારું સાથે હોવું જરૂરી તો નથી. તારા માટે લખુ, ને તારું વાંચવું જરૂરી તો નથી. ✍️અક્ષ.