ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ખેત, ખેડૂત અને ખેતી.
ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ખેત, ખેડૂત અને ખેતી. અત્યારે સમગ્ર વિશ્વમાં, પ્રત્યેક દેશમાં 'કોરોના' મહામારી ચાલી રહી છે. દરેક દેશ આ મહામારી સામે લડી રહ્યો છે. સરકારી સંસ્થાઓ, પ્રાઇવેટ સંસ્થાઓ, કારખાના, ફેક્ટરીઓ બધું જ ઠપ થયી ગયું છે. જાહેર બાંધકામ, સરકારી સેવાઓ, પ્રાઇવેટ સેવાઓ, પરિવહન, ઉદ્યોગો બધું જ બંધ કરીને લોકો પોતાનો જીવ બચાવીને ઘરમાં બેઠા છે. અને આ બધામાં સરકાર અને લોકોને આર્થિક રીતે ફટકો પણ પડી રહ્યો છે. અત્યારે કોઈ પણ માણસ આ પરિસ્થિતિ સામે લાચાર છે. ભારત સહિત દરેક દેશને લૉક ડાઉનના કારણે આર્થિક રીતે થયેલા નુકશાનની ભરપાઈ કરવામાં અને અર્થતંત્રને પાછું બેઠું કરતા વર્ષો લાગી જશે. જ્યારે અમુક દેશ અને તે દેશની સરકાર અર્થતંત્ર અને લૉક ડાઉન કરવાના કારણે થઈ શકતા આર્થિક નુકશાનના ડરના કારણે લૉક ડાઉન કરવાનું મુલતવી રાખ્યું છે. અમેરિકા જેવા સુપર પાવર દેશમાં જ્યારે કોરોના વાઇરસે દસ્તક દીધી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે 'અમેરિકા દેશ લૉક ડાઉન માટે નથી બન્યો.' તે તેમનું ઘમંડ કે સુપર પાવર નહીં, પણ ડર બોલી રહ્યો હતો. તે જાણે છે અને ડરે ...