Posts

તારું વર્ણન

તારા હોંઠની લાલી જાણે વિખેરાતી સંધ્યાની લાલિમા, તારો અભિસંગ જાણે સરિતાનો સંગમ. તારી અદા જાણે હરખાતી વસંત, તારો મોવાળો જાણે વેલનો ગુચ્છો. તારી આંખો જાણે દરિયાની ગહનતા, તારો સૂરમો જાણે વર્ષાના ઘેરા વાદળ. તારો ચહેરો જાણે ચાંદનું લાવણ્ય, તારો વર્ણ જાણે મેઘધનુષ્યનો રંગ. તારું સ્મિત જાણે લજવાતી ઋતુ, તારી ફોરમ જાણે કુસુમનો મધમઘાટ. તારો કંઠ જાણે સંગીતની લાવણી, તારો સ્પર્શ જાણે થીંજાતો મિજાજ. તારું સૌંદર્ય જાણે પ્રકૃતિનો અણસાર, તારું વર્ણન જાણે નૈસર્ગીક નિરૂપણ. ✍️અક્ષ .

ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ખેત, ખેડૂત અને ખેતી.

ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ખેત, ખેડૂત અને ખેતી.    અત્યારે સમગ્ર વિશ્વમાં, પ્રત્યેક દેશમાં 'કોરોના' મહામારી ચાલી રહી છે. દરેક દેશ આ મહામારી સામે લડી રહ્યો છે. સરકારી સંસ્થાઓ, પ્રાઇવેટ સંસ્થાઓ, કારખાના, ફેક્ટરીઓ બધું જ ઠપ થયી ગયું છે. જાહેર બાંધકામ, સરકારી સેવાઓ, પ્રાઇવેટ સેવાઓ, પરિવહન, ઉદ્યોગો બધું જ બંધ કરીને લોકો પોતાનો જીવ બચાવીને ઘરમાં બેઠા છે. અને આ બધામાં સરકાર અને લોકોને આર્થિક રીતે ફટકો પણ પડી રહ્યો છે. અત્યારે કોઈ પણ માણસ આ પરિસ્થિતિ સામે લાચાર છે. ભારત સહિત દરેક દેશને લૉક ડાઉનના કારણે આર્થિક રીતે થયેલા નુકશાનની ભરપાઈ કરવામાં અને અર્થતંત્રને પાછું બેઠું કરતા વર્ષો લાગી જશે.    જ્યારે અમુક દેશ અને તે દેશની સરકાર અર્થતંત્ર અને લૉક ડાઉન કરવાના કારણે થઈ શકતા આર્થિક નુકશાનના ડરના કારણે લૉક ડાઉન કરવાનું મુલતવી રાખ્યું છે. અમેરિકા જેવા સુપર પાવર દેશમાં જ્યારે કોરોના વાઇરસે દસ્તક દીધી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે 'અમેરિકા દેશ લૉક ડાઉન માટે નથી બન્યો.' તે તેમનું ઘમંડ કે સુપર પાવર નહીં, પણ ડર બોલી રહ્યો હતો. તે જાણે છે અને ડરે ...

તપાસ

દેખાતી હોય મંજીલ, તો રસ્તો તપાસ, અંધકાર હોય ઘણો, તો દીવો પ્રગટાવ. હોય જો તકલીફ, તો તક ને તપાસ, ના મળે ક્ષણ, તો કુદરતને છંછાડ. મળે નહી જવાબ, તો પ્રશ્નને તપાસ, ના હોઈ કોઈ સાથી, તો પડછાયાને બનાવ. લાગે જો રહસ્ય, તો ઊંડાઈ તપાસ, ના થાય ઉજાગર, તો પ્રયત્ન જારી રાખ. અટવાયો હોય મધદરિયે, તો કિનારો તપાસ, ના મળે દિશા, તો સમીરને સંગ ચાલ. હોય જો શંકા, તો ભીતરમાં તપાસ, ના હોય સામે અરીસો, તો સ્વભાવમાં ઝાંખ. હોય જો મંજુર, તો પ્રબલતા તપાસ, છોડી મોહ માયા, તારું તાત્પર્ય તપાસ. ✍️અક્ષ.

આકાશ

ગુસ્સો, નારાઝગી ક્ષણ ક્ષણ થઈ જાય છે, તારું નામ સાંભળતા, વેરવિખેર થઈ જાય છે. વ્યાકુળતા, ઈચ્છા ઘડી ઘડી વધી જાય છે, સ્પર્શ થતા જ, અચાનક ઉભરાય જાય છે. ભાન ભૂલી ભાન ભાન થઈ જાય છે, નઝર મળતાં જ, નજર કેદ થઈ જાય છે. ચહેરા પર સ્મિત ક્યાંક ક્યાંક રેલાઈ જાય છે, મારી કરેલી હરેક દુઆ, અસર કરી જાય છે. મનાસ્થિતિ જેમ તેમ થઈ જાય છે, તું સામે આવતા, ધ્વંધયુદ્ધ થઈ જાય છે. ચર્ચા અહીં ઠેર ઠેર થઈ જાય છે, જ્યારે તારું-મારુ નામ, સરનામું થઈ જાય છે. ઝંખના આબે હુબ થઈ જાય છે, જ્યારે 'આકાશ' તારો થઈ જાય છે. ✍️ અક્ષ

ગામડું

વધતી જતી ઊંચી ઇમારતો, ફળિયું ક્યાં ખરબાય છે. બાગ બગીચાની શોધમાં, ખેત ક્યાં દેખાય છે. ભીડ ભાળમાં ઉભા રહેવામાં, પાદર ક્યાં ઉભરાય છે. ગાદી પર બેસવામાં, ધરા ક્યાં ટૂંકાય છે. ઉડતા વહેતા પ્રદૂષણમાં, માટીના ટીંબા ક્યાં ખોટા છે. બારેમાસ મળતા રસ, ઋતુના તાજાં ફળ ક્યાં છુટા છે. સવારના ધોઘાટમાં, પક્ષીના અવાજ ક્યાં સંભળાય છે. સૂર્યાસ્તની શોધમાં, સાંજની લાલીમાં ક્યાં જોવાય છે. શહેરી અનુકૂળતામાં, પોતાની અનુકૂળતા ક્યાં સચવાય છે. લાખોની વસતીમાં, માણસાઈ ક્યાં સચવાય છે. વરસાદના ભીના રસ્તામાં, ભીની માટીની મહેક ક્યાં રેલાય છે. ગગનચુંબી ઇમારતોમાં, ખુલ્લું આકાશ ક્યાં નિહાડાય છે. મધરાત્રે ઉડેલી ઊંઘ, ચેનની ઊંઘ ક્યાં લેવાય છે. બંધ મકાનના ધૂંધડામણમાં, ખુલ્લા મકાને ક્યાં સુવાય છે. ભેગું કરવાની દોડમાં, ખુલ્લા દિલે ક્યાં વપરાય છે. તારું મારું કરવામાં, સંબંધો ક્યાં અનુભવાય છે. છે જાત જાતના ભોજન, પરિવાર સાથે ક્યાં જમાય છે. હોટલોની આદતોમાં, પંગતમાં ક્યાં બેસાય છે. શહેરની ઘેલછામાં, ગામડાની ગલી ક્યાં જોવાય છે. શહેરી સોઈસગવડતામાં, ગામડાનો લ્હાવો ક્યાં લેવાય છે. રહી ફર...

પ્રેમની ગઝલ

કલમ કેટલુંય લખી ગઈ, છતાં કાગળ સાવ કોરો મૂકી ગઈ. તને પામી જવાની ઉતાવળ કરી તો, મારી ઈચ્છાઓ લાલ પીળી થઈ ગઈ. બરફ થઈ ને થીંજી ગઈ એ બધી લાગણીઓ, જ્યારે મારી આંખોને તું ગમી ગઈ. જ્યારથી થયો છું હું તારી વાતો નો બંધાણી, ત્યારથી તું મારી આદત બની ગઈ. સમજાવ્યું કેટલુંય મેં મારા દિલ ને, તેમ છતાં તું મારામાં ભળી ગઈ. કરી એક ઈચ્છા તને પામવાની, તો મનોમન ગઝલ મારી ત્યાં વહી ગઈ. તું સાથે રહે કે ના રહે, મને તો તારામાં રહેવાની આ અવસ્થા ગમી ગઈ. ✍️અક્ષ.

યાદ

અવિસ્મરણમાં પણ સ્મરણ કરું છું, અજુગતમાં પણ જુગતું કરું છું. ખાલીપામાં પણ ભરેલો રહું છું, એકલતામાં પણ ભીડમાં રહું છું. અદેખાઈમાં પણ દેખાઈ ને રહું છું, બંધ આંખે પણ જોઈને રહું છું. ચુપકીદીમાં પણ બોલીને રહું છું ઉદાસીમાં પણ હસીને રહું છું. અંજાણેમાં પણ જાણીને લખું છું, યાદો ને પણ શબ્દોમાં ઢાળૂ છું. અવિચારમાં પણ વિચાર કરું છું, હા, હું આજે પણ તને યાદ કરું છું. ✍️ અક્ષ.