Posts

તારી યાદમાં...

જાગવાનુ પણ મંજુર છે તારી યાદમાં રાત ભર, તારા અહેસાસ માં જે સૂકુન છે એ ઉંધ માં કયાં.

હાથ પર હાથ...

હાથ પર હાથ મુકયો તેં તો ખબર પડી, ના કહેલી વાતને કઇ રીતે સાંભળી શકાય છે.

તને જ પ્રેમ થઈ ગયો...

નફરતનો એટલો ઓવરડોઝ થઈ ગયો કે, આજે પણ ફરી તને જ પ્રેમ થઈ ગયો.

ખબર નહિ...

ખબર નહિ ક્યારે એમ કરતા કરતા આપણે એક બીજાને 'ગમી' ગયા... મેં ખાલી એક લીલું 'પાન' માંગેલું, તમે આખી ડાળી બની 'નમી' ગયા...

“હથેળી”નું હોવું...

આ હથેળીમાં તારી “હથેળી”નું હોવું, એ પણ આ હથેળીમાંની જ “ વાત ” છે.

ને મારું જીગર...

આંખમાં કાજળ, કમરમાં કેડીયું.. ને મારું જીગર તારી વાહે વાહે દોડિયું.

એક જલક...

ખોટી છે પણ તોય મનની મુરાદ છે, બસ તારી એક જલક જોવાની જિદ છે.