Posts

તારી નજરોથી...

ભેદ અનહદનો મને ત્યારે સમજાયો હતો, જયારે હું તારી નજરોથી ઘેરાયો હતો.

નિહાળવા ની વાત...

હોય નિહાળવા ની વાત જો તને, તો પલકની ખોલબંઘ કઠીન પડે છે.

વહાલ તુ છે...

મારી હર એક રચનાને મળતી વાહ નુ કમાલ તુ છે, હુ છુ પ્રેમનો દરિયો અને એમાં રહેલુ વહાલ તુ છે.

જ્યાં તું ન હોય...

જ્યાં હું ન હોઉં એવા ઘણાયે પ્રદેશ છે, જ્યાં તું ન હોય એવો કોઈ પણ મુલક નથી.

મારાં અક્ષર..!!

અધૂરાં છે, મારાં અક્ષર... એક તારાં, ઉલ્લેખ વિના.

સમજી જજે..

કયારેક હું સમજી ના શકું તો તું કહી દેજે... અને કયારેક હું કહી ના શકું તે તુ સમજી જજે. તું અને તારી વાતો....

તું શરૂઆત કર...

અંતની પરવા ના કર, તું શરૂઆત કર. હોય એ ભલેને કડવી, તું નાનકડી રજૂઆત તો કર...