Posts

તું મારી જિંદગી...

જિંદગી માં શુ છે અને શુ નથી એની તો ખબર નથી, પણ તું મારી જિંદગી છે એટલી તો જરૂર ખબર છે.

ગમતી વાત હતી...

તારું ઝરૂખે આવવું એ તને ગમતી રાત હતી, અને મારુ તને નિરખવું એ મને ગમતી વાત હતી.

આજીવન...

હું ઘરનો દરવાજો બની ને રાહુ આજીવન , જો તું તોરણ બની ને રહે આજીવન...

તારા વગર...

તારા વગર જીવવું મુશ્કેલ છે અને, એના કરતાં વધુ મુશ્કેલ છે તને એ જણાવવું.

રંગ તારા ગુલાલ નો...

રંગ હજી ઉતર્યોય નથી તારા ગુલાલ નો, ને ફરી પાછી આ ધુળેટી આવી ગઈ.

તું દરિયો લાગણીનો...

તારો ને મારો આ તે કેવો સ્વભાવ, તું દરિયો લાગણીનો ને મારે શબ્દો નો અભાવ.

તું...

મારુ એકાક્ષરી મહાકાવ્ય એટલે 'તું'...!