Posts

આ દિલ...

સમજે છે તું તોયે અનજાન બને છે... સમજી જાને આ દિલ વેરાન બને છે.

તારી કલ્પનાઓનુ એક જગત....

મૃગજળમાં પાણી પીતું એક હરણ મે જોયું હતુ... બંધ આંખે તારી કલ્પનાઓનુ એક જગત મે જોયુ હતુ.

"હું" અને "તું"...

"હું" અને "તું" જ્યાંથી સમાપ્ત થઈએ છીએ ને, ત્યાં થી જ "આપણે" ની શરુઆત થાય છે.

તુ અને તારી વાતો...

નખરાઓ સાથે છે તારો જુનો નાતો.... છતાં પણ ગમે છે તુ અને તારી વાતો.

તારો સાથ...

તારો સાથ ખરીદવા માટે, રોજ થોડી થોડી જીંદગી વેચી નાખુ છું.

તારા સ્પર્શ જેવુ...

પ્રેમ ની દવા શોઘાય તો ઠીક... બાકી તારા સ્પર્શ જેવુ કંઇ જ નઇ.

તું જ ગમે છે...

હું એમ નથી કે'તો કે તુ ગમે છે... હુ તો એમ કહુ છુ કે તું જ ગમે છે.