Posts

તુ હોય પાસે...

વદ અને સુદ એતો આંખો નો આભાસ છે, તુ હોય પાસે તો કાયમ પુનમ જેવો ઉજાસ છે.

મારો વિકલ્પ...

કોઇને પુરતો, કોઇને અલ્પ મળી ગયો... નક્કી તને મારો વિકલ્પ મળી ગયો.

તારા વગર...

હુ ચલાવી લઉં એમ છું મારા વગર... પણ, જીવવું શકય નથી તારા વગર.

આ દિલ...

સમજે છે તું તોયે અનજાન બને છે... સમજી જાને આ દિલ વેરાન બને છે.

તારી કલ્પનાઓનુ એક જગત....

મૃગજળમાં પાણી પીતું એક હરણ મે જોયું હતુ... બંધ આંખે તારી કલ્પનાઓનુ એક જગત મે જોયુ હતુ.

"હું" અને "તું"...

"હું" અને "તું" જ્યાંથી સમાપ્ત થઈએ છીએ ને, ત્યાં થી જ "આપણે" ની શરુઆત થાય છે.

તુ અને તારી વાતો...

નખરાઓ સાથે છે તારો જુનો નાતો.... છતાં પણ ગમે છે તુ અને તારી વાતો.