Posts

બે કદમ...

બે કદમ શું ચાલી તું મારી સાથે.. હું સચવાય ગયો ને જિંદગી દોડતી થઇ ગઇ.

'તું...'

એ જે લાખમાં એક હોય છે... મારા માટે એવી વ્યક્તિ છે 'તું.'

'તું અને તારી વાતો...'

જયારે હતો જ નહીં આપસમાં કોઈ નાતો... તો પણ કેમ યાદ આવે છે 'તું અને તારી વાતો...'

તારી યાદને...

તારી યાદને આદત પડી ગઈ રોજ મારી પાસે આવવાની... નહીંતર મને કયાં આદત હતી રોજ તને યાદ કરવાની.

તારી વાત...

વાત વાતમાં જો કયારેક તારી વાત નીકળે... તો, તારી એક જ વાતમાં આખી રાત નીકળે.

તારા હસ્તાક્ષર...

તારી આંખોના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા, જાણે મારા પ્રસ્તાવ પર મને તારા હસ્તાક્ષર મળી ગયા.

તારી આંખોની ભાષા...

તારી આંખોની ભાષા ગજબ હોય છે... કેટલું બોલે છે એ, જ્યારે તું ચૂપ હોય છે.