પ્રેમની ગઝલ


કલમ કેટલુંય લખી ગઈ,
છતાં કાગળ સાવ કોરો મૂકી ગઈ.

તને પામી જવાની ઉતાવળ કરી તો,
મારી ઈચ્છાઓ લાલ પીળી થઈ ગઈ.

બરફ થઈ ને થીંજી ગઈ એ બધી લાગણીઓ,
જ્યારે મારી આંખોને તું ગમી ગઈ.

જ્યારથી થયો છું હું તારી વાતો નો બંધાણી,
ત્યારથી તું મારી આદત બની ગઈ.

સમજાવ્યું કેટલુંય મેં મારા દિલ ને,
તેમ છતાં તું મારામાં ભળી ગઈ.

કરી એક ઈચ્છા તને પામવાની,
તો મનોમન ગઝલ મારી ત્યાં વહી ગઈ.

તું સાથે રહે કે ના રહે,
મને તો તારામાં રહેવાની આ અવસ્થા ગમી ગઈ.

✍️અક્ષ.


Comments

Popular posts from this blog

તારું વર્ણન

ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ખેત, ખેડૂત અને ખેતી.