તારું વર્ણન


તારા હોંઠની લાલી જાણે વિખેરાતી સંધ્યાની લાલિમા,
તારો અભિસંગ જાણે સરિતાનો સંગમ.

તારી અદા જાણે હરખાતી વસંત,
તારો મોવાળો જાણે વેલનો ગુચ્છો.

તારી આંખો જાણે દરિયાની ગહનતા,
તારો સૂરમો જાણે વર્ષાના ઘેરા વાદળ.

તારો ચહેરો જાણે ચાંદનું લાવણ્ય,
તારો વર્ણ જાણે મેઘધનુષ્યનો રંગ.

તારું સ્મિત જાણે લજવાતી ઋતુ,
તારી ફોરમ જાણે કુસુમનો મધમઘાટ.

તારો કંઠ જાણે સંગીતની લાવણી,
તારો સ્પર્શ જાણે થીંજાતો મિજાજ.

તારું સૌંદર્ય જાણે પ્રકૃતિનો અણસાર,
તારું વર્ણન જાણે નૈસર્ગીક નિરૂપણ.

✍️અક્ષ.


Comments

Popular posts from this blog

ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ખેત, ખેડૂત અને ખેતી.

પ્રેમની ગઝલ