આકાશ


ગુસ્સો, નારાઝગી ક્ષણ ક્ષણ થઈ જાય છે,
તારું નામ સાંભળતા, વેરવિખેર થઈ જાય છે.

વ્યાકુળતા, ઈચ્છા ઘડી ઘડી વધી જાય છે,
સ્પર્શ થતા જ, અચાનક ઉભરાય જાય છે.

ભાન ભૂલી ભાન ભાન થઈ જાય છે,
નઝર મળતાં જ, નજર કેદ થઈ જાય છે.

ચહેરા પર સ્મિત ક્યાંક ક્યાંક રેલાઈ જાય છે,
મારી કરેલી હરેક દુઆ, અસર કરી જાય છે.

મનાસ્થિતિ જેમ તેમ થઈ જાય છે,
તું સામે આવતા, ધ્વંધયુદ્ધ થઈ જાય છે.

ચર્ચા અહીં ઠેર ઠેર થઈ જાય છે,
જ્યારે તારું-મારુ નામ, સરનામું થઈ જાય છે.

ઝંખના આબે હુબ થઈ જાય છે,
જ્યારે 'આકાશ' તારો થઈ જાય છે.

✍️અક્ષ


Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન