Posts

બસ થાકી ગયો છું.

થાકી ગયો છું, હાર્યો નથી, પડ્યો છું, તૂટ્યો છું, ઉઠીને રોજ નવું શીખ્યો છું. ખુલ્લી આંખે જોયેલા સપનાઓથી બંધ આંખે હેરાન થયો છું, બસ એમજ સફળતાનું દ્રશ્ય નિહાળી પાછો બેઠો થયો છું. ખબર છે કાગળની હોડી થી દરિયો પાર ના થાય, તેમ છતાં મધદરિયે જજુમ્યો છું. જે ભી શીખ્યો છું એ અનુભવથી જ શીખ્યો છું, દુનિયાદારી જાણીને દુનિયાથી વિખૂટો થયો છું. રાત દિવસના ઉજાગરા એમજ નથી ફાવ્યા મને, બસ કંઈક કરવાની જંખનાથી ટેવાયો છું. મળી નથી સફળતા આજ સુધી, દરેક નિષ્ફળતામાંથી સફળતાનું કારણ શોધતો થયો છું. ઘેરાયા ચો તરફ નિરાશાના વાદળો, એક કિરણ ની આશ સાથે બેઠો છું. અનેક કારણો છે છોડી દેવાના, પણ એક માત્ર કારણથી જ દટ્યો છું. ડગલે પગલે પડી છે તકલીફો જિંદગીમાં, પરંતુ દરેક પરિસ્થિતિમાં સ્થિતિ મુજબ લડ્યો છું. મિત્રો, વાર-તહેવાર બધું ભુલ્યો હું, ત્યારે જઈને કંઈક ગુંજયો છું. દબાતો ગયો જવાબદારીઓના બોજ થી, કેવો હતો ને કેવો થયો છું. સમય આવશે ત્યારે આવશે, સમયથી પહેલા સમયને લાવવા માટે લડ્યો છું. હાર્યો નથી દોસ્ત, બસ થાકી ગયો છું. ✍️અક્ષ. https://gujarati.pratilipi...

સમજી ના શકે.

હોઠ સુધી આવેલા શબ્દો કહી ના શકે, એ મૌન કોઈ સમજી ના શકે. આંખો સુધી આવે ને વહી ના શકે, એ આંશુઓનું મૂલ્ય કોઈ કહી ના શકે. દેખાતી લાગણી દેખી ના શકે, એ દિલ ની વાત કોઈ જાણી ના શકે. તમારા ના હોવાનો ફરક પારખી ના શકે, એ તમારા અસ્તિત્વને સમજી ના શકે. તમારી રંગતનો રંગ ઓળખીના શકે, એ તમારી સંગતની અસર જાણી ના શકે. જે તમારું સ્પર્શ મહેસુસ ના કરી શકે, એ તમારી લાગણી જાણી ના શકે. દિલની વ્યથા, વેદના જાણી ના શકે, એ તમારી ઈચ્છાઓ ક્યારેય સમજી ના શકે. લખેલા શબ્દો વાંચી ને સમજી ના શકે, એ તમને ક્યારેય સમજી ના શકે. ✍️અક્ષ.

તું સુંદર નહીં પણ ચાલક હતી...

તે જ બતાવેલા સપનાઓ અધૂરા રહી ગયા... તો શું? એ સપનાઓ નિહાળવાની ભૂલ પણ મારી જ હતી ને, ખબર જ હતી તને તારી ને મારી મંજિલ અલગ જ છે... તો શું? તારી સાથે એક જ રસ્તે ચાલવાની કોશિશ પણ મારી જ હતી ને, સાચી છે તું, તે નહોતું કીધું મને તારી રાહ જોવાની... તો શું? તારા જ રસ્તે તારી રાહ જોવાની ભૂલ પણ મારી જ હતી ને, યાદ છે તે કહ્યું હતું કે મળીશું આપણે... તો શું? મળવાની ઈચ્છા તો માત્ર મારી જ હતી ને, અલગ થવાનો નિર્ણય તારો જ હતો... તો શું? સાથે રહેવાની જીદ તો મારી જ હતી ને, ખબર જ છે તું ખૂબ સુંદર છે... તો શું? તું સુંદર કરતા ચાલક વધુ હતી ને.

એ સમયની વાત કંઈક અલગ હતી.

'એ સમયની વાત કંઈક અલગ હતી.' તારું નામ કાને પડતા દિલના ધબકારા વધી જતાં... પણ એ વધી ગયેલા ધબકારાની વાત કંઈક અલગ હતી, નજર નહોતો મિલાવી શકતો ક્યારેય તારાથી... પણ તને જાણ ન થાય એ રીતે તને નિહાળવાની વાત કંઈક અલગ હતી, અત્યારે તું મારા મેસેજનો લેટ જવાબ આપે છે તો હું ગુસ્સે થાવ છું... પણ ત્યારે તારા મેસેજની રાહ જોવાની વાત કંઈક અલગ હતી, માન્યું હાલ કોલ પર વાતો કરી શકીએ છીએ... પણ એ મેસેજથી વાતો કરવાની વાત કંઈક અલગ હતી, અત્યારે તું મારી છે ને હું તારો છું... પણ ત્યારે તને પામવા માટેની કોશીશની વાત કંઈક અલગ હતી, આ દિવસોમાં હરરોજ તને આઈ લવ યુ કહું છું... પણ ત્યારે એ આઈ લવ યુ ના કહી શકવાની પણ વાત કંઈક અલગ હતી, મુલાકાતો પહેલા પણ થયેલી હતી ને હાલ પણ થાય છે... પણ એ મુલાકાતની વાત કંઈક અલગ હતી, એ મુલાકાતમાં વાત કરવા શબ્દો ન હતા... પણ આંખોથી થતી એ વાતની વાત કંઈક અલગ હતી, ખબર છે એ પહેલી મુલાકાતનો સમય ફરીથી નહીં મળે, અને ના હું એ સમય જીવન ભર ભૂલી શકીશ... કેમકે એ પહેલી મુલાકાતની વાત જ કંઈક અલગ હતી, હાલ તને ખોવાના ડરની વાત કંઈક અલગ છે... પણ ત્યારે તને પામી ના શકવાના ડરની ...

થોડો હું છુ...

Image
એવું તો કાંઈ ખાસ નથી કે જે તારી ઉપર લૂંટાઈ સકુ, બસ થોડા સપનાઓ છે અને થોડો હું છુ.

એવું ના થઈ શકે...

Image
શું એવું ન થઇ શકે કે હું પ્રેમ માગુ  અને તુ ભેટી ને કહે બિજુ કઈ.?

શુકુન મળે છે...

Image
એક સુકુન મળે છે તારી જોડે, જે દુનિયા ના બધા સુખ કરતા અનેરું છે.