સમજી ના શકે.

હોઠ સુધી આવેલા શબ્દો કહી ના શકે,
એ મૌન કોઈ સમજી ના શકે.

આંખો સુધી આવે ને વહી ના શકે,
એ આંશુઓનું મૂલ્ય કોઈ કહી ના શકે.

દેખાતી લાગણી દેખી ના શકે,
એ દિલ ની વાત કોઈ જાણી ના શકે.

તમારા ના હોવાનો ફરક પારખી ના શકે,
એ તમારા અસ્તિત્વને સમજી ના શકે.

તમારી રંગતનો રંગ ઓળખીના શકે,
એ તમારી સંગતની અસર જાણી ના શકે.

જે તમારું સ્પર્શ મહેસુસ ના કરી શકે,
એ તમારી લાગણી જાણી ના શકે.

દિલની વ્યથા, વેદના જાણી ના શકે,
એ તમારી ઈચ્છાઓ ક્યારેય સમજી ના શકે.

લખેલા શબ્દો વાંચી ને સમજી ના શકે,
એ તમને ક્યારેય સમજી ના શકે.

✍️અક્ષ.

Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન