એ સમયની વાત કંઈક અલગ હતી.


'એ સમયની વાત કંઈક અલગ હતી.'

તારું નામ કાને પડતા દિલના ધબકારા વધી જતાં...
પણ એ વધી ગયેલા ધબકારાની વાત કંઈક અલગ હતી,

નજર નહોતો મિલાવી શકતો ક્યારેય તારાથી...
પણ તને જાણ ન થાય એ રીતે તને નિહાળવાની વાત કંઈક અલગ હતી,

અત્યારે તું મારા મેસેજનો લેટ જવાબ આપે છે તો હું ગુસ્સે થાવ છું...
પણ ત્યારે તારા મેસેજની રાહ જોવાની વાત કંઈક અલગ હતી,

માન્યું હાલ કોલ પર વાતો કરી શકીએ છીએ...
પણ એ મેસેજથી વાતો કરવાની વાત કંઈક અલગ હતી,

અત્યારે તું મારી છે ને હું તારો છું...
પણ ત્યારે તને પામવા માટેની કોશીશની વાત કંઈક અલગ હતી,

આ દિવસોમાં હરરોજ તને આઈ લવ યુ કહું છું...
પણ ત્યારે એ આઈ લવ યુ ના કહી શકવાની પણ વાત કંઈક અલગ હતી,

મુલાકાતો પહેલા પણ થયેલી હતી ને હાલ પણ થાય છે...
પણ એ મુલાકાતની વાત કંઈક અલગ હતી,

એ મુલાકાતમાં વાત કરવા શબ્દો ન હતા...
પણ આંખોથી થતી એ વાતની વાત કંઈક અલગ હતી,

ખબર છે એ પહેલી મુલાકાતનો સમય ફરીથી નહીં મળે, અને ના હું એ સમય જીવન ભર ભૂલી શકીશ...
કેમકે એ પહેલી મુલાકાતની વાત જ કંઈક અલગ હતી,

હાલ તને ખોવાના ડરની વાત કંઈક અલગ છે...
પણ ત્યારે તને પામી ના શકવાના ડરની વાત કંઈક અલગ હતી,

હાલ આપણા સંબંધનું કંઈક નામ છે તો વાત કંઈક અલગ છે...
પણ ત્યારે આપણા એ નામ વગરના સંબંધની વાત પણ કંઈક અલગ હતી,

એ વીતી ગયેલો સમય શબ્દોમાં ક્યારેય વ્યક્ત નહીં કરી શકાય...
કેમ કે એ વીતી ગયેલા સમયની વાત કંઈક અલગ હતી.

_aksh

Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન