આઝાદ રાખું છું...
અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખુ છું, બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખુ છું.
તને આપી જવી છે એટલે હું યાદ રાખુ છું, નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખુ છું.
સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે, હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું.
જો ભીના થઈ શકાતું હોય તો મારી તલાશી લો, હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખુ છું.
સ્મરણ પંખી બની મુજ ટોડલે ટહુકયા કરે તેથી, તને સંબંધના પિંજરથી હું આઝાદ રાખું છું.
Comments
Post a Comment