ભૂખ


રાત ના એક વાગ્યા છે. મારા મિત્રએ કહ્યું મને ભૂખ લાગી છે ચાલ કંઇક નાસ્તો કરવા જઈએ.
સાંજે જમવામાં માજા નહોતી આવી તો ભૂખ લાગી છે.

તો મેં કહ્યું કે ભૂખ્ખડ છે તું.
રાત્રે શાની ભૂખ લાગે?

હવે યાર ભૂખ છે...
ગમે ત્યારે લાગે, અને એ કાંઈ કહીને થોડી લાગે કે હવે હું લાગવાની છું, તૈયાર રહેજો.

ભગવાને માણસ ને ખાવા માટે તો બનાવ્યા છે.
(ભૂખ્ખડ વ્યક્તિઓ માટે લાગુ પડે છે. આ લોકોનો બસ એક જ ધર્મ છે ખાવાનો.😂)

અને એ લોકો એમનો ધર્મ એટલો ચોકસાઈથી પાડે કે...
કામ કરતા ખાવા જોઈએ, વાંચતા ખાવા જોઈએ, ટીવી જોતા ખાવા જોઈએ, ચાલતા ચાલતા ખાવા જોઈએ અને અમુક તો એવા પણ છે કે ચાલુ ડ્રાઇવિંગે પણ ખાવા જોઈએ ભલે ને પછી એ કાચી પાંત્રીસ મસાલો(માવો) કેમ ના હોય😜

માણસ ની ઘંટી ચાલુ જ હોય... અવાદો જે ભી હોય એ બધું😂
ક્યારેક ઘંટી પણ બુમો પાડે 'બસ કર હવે' મારી કેપેસિટી નથી હવે.😂 અને પછી કેશે યાર પેટમાં તકલીફ લાગે છે, તો લાગે જ ને.

થિયેટર વાળા આ ટીવી જોતા જોતા ખાવા પરથી જ ઇન્સપાયર થયા છે.  ક્યારેક જો ભૂલ થી થિયેટરમાં મુવી જોવા જવાનું થાય ને તો ત્યાં પણ પોપકોર્ન લેવા પડે. અને એ પણ 250 રૂપિયા તો એમના માટે મામુલી છે. માત્ર 250 માં સ્મોલ. જો ગણવા બેસીએ તો એ 250 રૂપિયામાં 250 મકાઈના દાણા પણ ના નીકળે. ખબર નહીં એમ તો કેવી રીતે બનાવતા હશે કે એટલા બધા મોંઘા હોય.
પણ શું કરીએ આદત થી મજબૂર.

અને જો કાંઈ ખાધ્યા વગર 2 3 કલાક થઈ ગયા હોય તો વિચાર આવે કે અલ્યા મારે કંઈક ખાધે 2 3 કલાક થઈ ગયા😂
ડિપ્રેશનમાં આવી જાય...કાંઈક ખાવું પડશે😜

હું મારા એક મિત્ર ને મળ્યો મેં પૂછ્યું કેમ ભાઈ ટેન્શનમાં છે?
તો મને કહે છે કે ડોક્ટરે કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ છે એમ કીધું. અને દવા આપી છે.
મેં કીધું સારું ને તો એમાં ટેન્શન શાનું? મટી જશે.
તો કહે છે કોલેસ્ટ્રોલનું ટેન્શન નથી, પણ ડોકટરે તેલ વાળું અને તરેલુ ખાવાની ના પાડી છે એનું ટેન્શન છે. હવે ભજીયા, ગાંઠિયા, જલેબી ફાફડા બધાનું શુ થશે?
એને જલેબી ફફડાની ચિંતા વધારે છે..😂
ગુજરાતી માં એક કહેવત છે,
"ખાલી દિમાગ અને ભૂખ્યા પેટે ક્યારેય શક્કરવાર ના ચડે"
મતલબ દિમાગ વગર અને ભૂખ્યા પેટે ક્યારેય કોઈ કામ માં મન ન લાગે. કોઈ કામ સારી રીતે કરી ના શકો.

પણ હવે આમાં કોઇ શુ કરે?
ભૂખ લાગે એટલે આ કહેવત બોલી કાળવાની, અલ્યા પણ ભાઈ આગળ દિમાગની પણ વાત કરવામાં આવી છે, એકલા પેટ ની નહીં.
 
ના પહોંચી વળાય ભાઈ.🙏

ખાતા રહો અને હસતા રહો.😂

✍️અક્ષ.


Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન