પ્રેમ


હું તને પસંદ કરું છું,
આઈ લવ યું યાર,
હું તને બહું જ પ્રેમ કરું છું,
તારા વગર હું નહીં જીવી શકું,
તારા વિના મારું કંઈજ અસ્તિત્વ નથી,

બસ...બસ...બસ...
થોભી જાવ યાર, થોડા શબ્દો અને
પોતાની જાત પર નિયંત્રણ રાખો.
આવા ભારે ભરખમ શબ્દો સાંભળીને જ પરસેવો છૂટી જાય.

બહુ સમય પછી આજે હું સીસીડી માં બેઠો હતો. મને કોફીની આદત નથી, બસ હું મારા મિત્રની રાહ જોઇને બેઠો હતો. ટેબલ પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પડેલું હતું તો થયું ચાલો થોડું વાંચી લઈએ.
શરૂઆતની 5 મિનીટ તો મેં કઈ ધ્યાન આપ્યું નહીં, પણ થોડી વાર પછી મારી બાજુના ટેબલ પર એક છોકરો ને છોકરી બેઠેલા હતા, એ બંનેનો અવાજ મને સંભળાયો. શરૂઆતમાં તો મજાક જ ચાલતી હતી, પણ જેમ જેમ સમય વીત્યો એ બંનેની વાતો પણ ગંભીર બનવા લાગી. ખાસ કરીને છોકરીની. છોકરાએ મારી સામે જોઇને નાની શરમાળ સ્માઈલ આપી.
(આમ કોઈની વાતો સાંભળવી એ ખરાબ આદત છે, પણ એ સમયે મારી પાસે બીજો કોઇ રસ્તો પણ નહોતો.)

છોકરાએ છોકરીને પૂછ્યું તને મારામાં એવું તો શું ગમે છે?
બધું જ, તારો દેખાવ, તારી હેર સ્ટાઇલ, તારી કલોથિંગ સેન્સ, તારી સ્માઈલ, તારી પર્સનાલિટી, તારી લાઈફ સ્ટાઇલ, તારી સારી આદતો, તારી વાત કરવાની રીત, બધું જ.
હું તને પસંદ કરું છું,
આઈ લવ યું યાર,
હું તને બહું જ પ્રેમ કરું છું,
તારા વગર હું નહીં જીવી શકું,
તારા વિના મારું કંઈજ અસ્તિત્વ નથી,
બસ મને ના ગમતું હોય તો તારું ગુસ્સે થવું. અને એક તારી ચાની આદત. ચા બનાવતા મને નથી આવડતી, એટલે તું જાતે બનાવી દેજે.
અને જો પછી તે ગુસ્સો કર્યો તો હું તને છોડીને જતી રહીશ.

એમની વાતો તો ચાલતી રહી, એટલામાં મારો મિત્ર આવી ગયો એટલે અમે અમારી વાતોમાં વ્યસ્ત થયા. પણ એ બંને ની વાતો સાંભળીને મને મનમાં પ્રશ્નો ઉભા થયા.

હજી પણ પ્રેમ સારી અદતોથી જ થાય છે?
પ્રેમ માત્ર દેખાવ, લાઈફ સ્ટાઇલ, હેર સ્ટાઇલ, જોઈ ને જ થાય છે?
પ્રેમ વાતોથી થાય પણ પ્રેમ માત્ર વાત સુધી જ રહે છે?
(મતલબ કે આ બધું જો કોઈ માણસમાં ના હોય તો એ માણસ ને કોઈ પ્રેમ જ ના કરે?)
આ બધું માત્ર આકર્ષણ જ છે?
આજના પ્રેમ કંઈક આવા જ હોય છે? એટલે આપણે જે મૂવીમાં જોઈએ છીયે એ પ્રેમ નું કાંઈ અસ્તિત્વ જ નથી?

માન્યું કે કોઈ પણ માણસ સંપૂર્ણ સદગુણ ના હોય. દરેકનામાં કંઈક ખામી કે ખરાબ આદત હોય જ. પણ જો તમે એમ કહી શકો કે તારા વિના હું નહીં રહી શકું, નહીં જીવી શકું. તો પછી તમારાથી સામે વાળાની, તમારા જીવનસાથી ની એક ખરાબ આદત સ્વીકારી નથી શકાતી એવું કેમ?
આદત છે, તો બદલી પણ શકાય ને?

વાત સ્વીકારવાની છે, અને એને બદલવાની છે. તમને કોઈ એમ પૂછે કે તારા બોય ફ્રેન્ડ અથવા ગર્લ ફ્રેન્ડ વિશે થોડું તો જણાવ. તો તમે શુ  જણાવશો? એજ કે જે એનામાં સારી આદતો હશે, એજ કે જે તમને એનામાં ગમતું હશે. કેમ તમેં કંઈ ખરાબ આદત ની વાત નથી કરતા? પૂછવા વાળા એ કંઈ પણ પૂછ્યું છે, માત્ર સારું જ નથી પૂછ્યું ને.

જો તમે કોઈની સારી આદતોની સાથે ખરાબ આદતોને પણ પ્રેમ કરો છો તો જ તમે હું પ્રેમ કરું છું એવું કહેવાના લાયક છો. સારી આદતોને કોઈ પણ પ્રેમ કરી શકે. પણ તમે ખરાબ આદતોને સ્વીકારીને આગળ વધો અને એ આદતોને બદલો તો જ પ્રેમ સાર્થક છે.
(ખુદ ભગવાન કૃષ્ણ પણ માખણ ચોરતા હતા.)

લાંબા સમય સુધી પ્રેમમાં રહ્યા પછી અચાનક સારી આદતો ખરાબ લાગવા લાગે છે, શરૂઆતમાં જે વાતો તમને ગમતી હતી, જે આદતો ગમતી હતી, એ બધું અચાનક અમુક સમય પછી તમને ખરાબ લાગે છે, એવું કેમ?

કેમ કે, તમે તેની અદતોથી પ્રેમ કર્યો છે, તેના અસ્તિત્વને નહીં. જો તમે એમ કહી શકતા હોવ કે તારા વિના મારું કંઈજ અસ્તિત્વ નથી, તો પછી તમારે પ્રેમ પણ એ માણસને કરવો જોઈએ તેના અસ્તિત્વને કરવો જોઈએ, નહીં કે આદતો કે સારા દેખાવ ને.

હા, વ્યસનની ખરાબ આદત થી તમે પોતાને અને પોતાના ચાહિતા વ્યક્તિને પણ તકલીફમાં મૂકી શકો છો. તમે જેને પ્રેમ કરો છો એ જો કોઈ વ્યસન કરતો હોય તો તમે એને સમજાવો અને તેમ છતાં પણ એ ના સુધરે તો તમે એને છોડી દો, કેમ કે અમુક સમય પછી જ્યારે એ બીમાર પડશે એટલે દર્દ, દુઃખ એને થશે પણ ભોગવવું તમારે પડશે.
એને ખુદકુશી કહેવાય, પ્રેમ નહીં.

"कोई भी इन्सान बुरा नही होता, सिवाय उसकी आदते."

✍️અક્ષ


Comments

Popular posts from this blog

જરૂરી તો નથી.

वो में हूं

તારું વર્ણન