યાદ
અવિસ્મરણમાં પણ સ્મરણ કરું છું,
અજુગતમાં પણ જુગતું કરું છું.
અજુગતમાં પણ જુગતું કરું છું.
ખાલીપામાં પણ ભરેલો રહું છું,
એકલતામાં પણ ભીડમાં રહું છું.
એકલતામાં પણ ભીડમાં રહું છું.
અદેખાઈમાં પણ દેખાઈ ને રહું છું,
બંધ આંખે પણ જોઈને રહું છું.
બંધ આંખે પણ જોઈને રહું છું.
ચુપકીદીમાં પણ બોલીને રહું છું
ઉદાસીમાં પણ હસીને રહું છું.
ઉદાસીમાં પણ હસીને રહું છું.
અંજાણેમાં પણ જાણીને લખું છું,
યાદો ને પણ શબ્દોમાં ઢાળૂ છું.
યાદો ને પણ શબ્દોમાં ઢાળૂ છું.
અવિચારમાં પણ વિચાર કરું છું,
હા, હું આજે પણ તને યાદ કરું છું.
હા, હું આજે પણ તને યાદ કરું છું.
✍️અક્ષ.
Comments
Post a Comment