તપાસ
દેખાતી હોય મંજીલ, તો રસ્તો તપાસ,
અંધકાર હોય ઘણો, તો દીવો પ્રગટાવ.
અંધકાર હોય ઘણો, તો દીવો પ્રગટાવ.
હોય જો તકલીફ, તો તક ને તપાસ,
ના મળે ક્ષણ, તો કુદરતને છંછાડ.
ના મળે ક્ષણ, તો કુદરતને છંછાડ.
મળે નહી જવાબ, તો પ્રશ્નને તપાસ,
ના હોઈ કોઈ સાથી, તો પડછાયાને બનાવ.
ના હોઈ કોઈ સાથી, તો પડછાયાને બનાવ.
લાગે જો રહસ્ય, તો ઊંડાઈ તપાસ,
ના થાય ઉજાગર, તો પ્રયત્ન જારી રાખ.
ના થાય ઉજાગર, તો પ્રયત્ન જારી રાખ.
અટવાયો હોય મધદરિયે, તો કિનારો તપાસ,
ના મળે દિશા, તો સમીરને સંગ ચાલ.
ના મળે દિશા, તો સમીરને સંગ ચાલ.
હોય જો શંકા, તો ભીતરમાં તપાસ,
ના હોય સામે અરીસો, તો સ્વભાવમાં ઝાંખ.
ના હોય સામે અરીસો, તો સ્વભાવમાં ઝાંખ.
હોય જો મંજુર, તો પ્રબલતા તપાસ,
છોડી મોહ માયા, તારું તાત્પર્ય તપાસ.
છોડી મોહ માયા, તારું તાત્પર્ય તપાસ.
✍️અક્ષ.
Comments
Post a Comment