ભૂખ
રાત ના એક વાગ્યા છે. મારા મિત્રએ કહ્યું મને ભૂખ લાગી છે ચાલ કંઇક નાસ્તો કરવા જઈએ. સાંજે જમવામાં માજા નહોતી આવી તો ભૂખ લાગી છે. તો મેં કહ્યું કે ભૂખ્ખડ છે તું. રાત્રે શાની ભૂખ લાગે? હવે યાર ભૂખ છે... ગમે ત્યારે લાગે, અને એ કાંઈ કહીને થોડી લાગે કે હવે હું લાગવાની છું, તૈયાર રહેજો. ભગવાને માણસ ને ખાવા માટે તો બનાવ્યા છે. (ભૂખ્ખડ વ્યક્તિઓ માટે લાગુ પડે છે. આ લોકોનો બસ એક જ ધર્મ છે ખાવાનો.😂) અને એ લોકો એમનો ધર્મ એટલો ચોકસાઈથી પાડે કે... કામ કરતા ખાવા જોઈએ, વાંચતા ખાવા જોઈએ, ટીવી જોતા ખાવા જોઈએ, ચાલતા ચાલતા ખાવા જોઈએ અને અમુક તો એવા પણ છે કે ચાલુ ડ્રાઇવિંગે પણ ખાવા જોઈએ ભલે ને પછી એ કાચી પાંત્રીસ મસાલો(માવો) કેમ ના હોય😜 માણસ ની ઘંટી ચાલુ જ હોય... અવાદો જે ભી હોય એ બધું😂 ક્યારેક ઘંટી પણ બુમો પાડે 'બસ કર હવે' મારી કેપેસિટી નથી હવે.😂 અને પછી કેશે યાર પેટમાં તકલીફ લાગે છે, તો લાગે જ ને. થિયેટર વાળા આ ટીવી જોતા જોતા ખાવા પરથી જ ઇન્સપાયર થયા છે. ક્યારેક જો ભૂલ થી થિયેટરમાં મુવી જોવા જવાનું થાય ને તો ત્યાં પણ પોપકોર્ન લેવા પડે. અને એ પણ 250 રૂપિયા તો ...