Posts

પ્રેમની ગઝલ

કલમ કેટલુંય લખી ગઈ, છતાં કાગળ સાવ કોરો મૂકી ગઈ. તને પામી જવાની ઉતાવળ કરી તો, મારી ઈચ્છાઓ લાલ પીળી થઈ ગઈ. બરફ થઈ ને થીંજી ગઈ એ બધી લાગણીઓ, જ્યારે મારી આંખોને તું ગમી ગઈ. જ્યારથી થયો છું હું તારી વાતો નો બંધાણી, ત્યારથી તું મારી આદત બની ગઈ. સમજાવ્યું કેટલુંય મેં મારા દિલ ને, તેમ છતાં તું મારામાં ભળી ગઈ. કરી એક ઈચ્છા તને પામવાની, તો મનોમન ગઝલ મારી ત્યાં વહી ગઈ. તું સાથે રહે કે ના રહે, મને તો તારામાં રહેવાની આ અવસ્થા ગમી ગઈ. ✍️અક્ષ.

યાદ

અવિસ્મરણમાં પણ સ્મરણ કરું છું, અજુગતમાં પણ જુગતું કરું છું. ખાલીપામાં પણ ભરેલો રહું છું, એકલતામાં પણ ભીડમાં રહું છું. અદેખાઈમાં પણ દેખાઈ ને રહું છું, બંધ આંખે પણ જોઈને રહું છું. ચુપકીદીમાં પણ બોલીને રહું છું ઉદાસીમાં પણ હસીને રહું છું. અંજાણેમાં પણ જાણીને લખું છું, યાદો ને પણ શબ્દોમાં ઢાળૂ છું. અવિચારમાં પણ વિચાર કરું છું, હા, હું આજે પણ તને યાદ કરું છું. ✍️ અક્ષ.

જરૂરી તો નથી.

તારી ફિકર કરવા, તારી સાથે સબંધ હોવો જરૂરી તો નથી. તને પ્રેમ કરવા, તારી હા હોવી જરૂરી તો નથી. તને મળવા, તારું પાસે હોવું જરૂરી તો નથી. તને વિચારવા, તારી યાદ આવવી જરૂરી તો નથી. તારી સાથે વાત કરવા, તારું સાંભળવું જરૂરી તો નથી. તને મહેસુસ કરવા, તારું સાથે હોવું જરૂરી તો નથી. તારા માટે લખુ, ને તારું વાંચવું જરૂરી તો નથી. ✍️અક્ષ.

एक किस्सा

चलो एक किस्सा सुनते हे, कुछ जुठ को सच करते है. बात हर वो इश्क़ की, जो इश्क़ पे चरते है, चलो एक किस्सा सुनते है, कुछ जुठ को सच करते है. इश्क़ की गहराई में थे, दुनियाकी जिक्र न थी...(2) जिक्र और फिक्र थी तो बस एक दूसरे की थी. गुमते रहते थे हाथो में हाथ लिए बेफिक्र...(2) बेफिक्र वो थे, पर देख उन दोनो को फिक्र जमानेको थी. गुस्सा रहता था नाक पे...(2) कभी खुद, तो कभी उसने संभाला, वैसे ही उन्होंने वो रिस्ते को पाला. बोल दिया गुस्से में कभी कबार जो नही बोलना था...(2) फिर जाके पछताया, दुख हुआ, खुदको सज़ा पाया. बदल रहा था खुदको, उसके काबिल बनने को...(2) कभी आयने में देख खुद को पूछता कोन था वो. तकलीफ थी ज़िन्दगीमें, टूट जाता था वो...(2) तब जाके गले लगा के संभाल लेती थी वो. बीमार होता था, तो तड़पती थी वो...(2) दवाई कही और से लाता, और पूछता था कोनसी लू ये ओर वो. अभी तो था उजाला, पर डरता था वो...(2) कही फिर वो अंधेरा ना हो जाये, जहा नहीं थी वो. हर वो आश जो पूरी की उसने...(2) शुक्र गुज़र था के ऐसे समझने वाली मिली थी वो. बहोत से सपने देखे, कुछ ख्वाहिशो के ...

वो में हूं

गुजार दिये तूने कहि दिन और साल पर काट ना सकोगी वो पल में हूं, करोगी गुफ़्तगू हर किसीके साथ पर जब लब ठहर जाएंगे वो नाम में हूं, होगी तुम्हारे आसपास हज़ारोकि भीड़ पर अकेलेपनमें तुम चाहोगी वो साथ में हूं, फाड़ दिए तूने हर वो कागज़ पर कभी मिटा नही पाओगी वो अल्फ़ाज़ में हूं, गुमती रहती हो तुम आज कल पर जहासे वापिस आओगी वो रास्ता में हूं, मिटा दिए तूने हर वो निशान पर किसीको न दिखने वाला वो दाग में हूं, तोड़ दिए तूने हर वो ख्वाब पर जो तुमने पाला है वो सोख में हूं, सब कुछ है तुम्हारे पास पर चुभती रहेगी वो कमी में हूं, बाते बहोत अछि कर लिया करती हो पर महशूश करोगी वो जज़्बात में हूं, बताती रहोगी सबको खुद के बारे में पर चाह कर भी नही बता पाओगी वो नाम मे हूं, होगी सारे जहांन की जमीन तुम्हारे पास पर कभी हांसिल नही कर पाओगी वो "आकाश" में हूं. ✍️अक्ष.

પ્રેમ

હું તને પસંદ કરું છું, આઈ લવ યું યાર, હું તને બહું જ પ્રેમ કરું છું, તારા વગર હું નહીં જીવી શકું, તારા વિના મારું કંઈજ અસ્તિત્વ નથી, બસ...બસ...બસ... થોભી જાવ યાર, થોડા શબ્દો અને પોતાની જાત પર નિયંત્રણ રાખો. આવા ભારે ભરખમ શબ્દો સાંભળીને જ પરસેવો છૂટી જાય. બહુ સમય પછી આજે હું સીસીડી માં બેઠો હતો. મને કોફીની આદત નથી, બસ હું મારા મિત્રની રાહ જોઇને બેઠો હતો. ટેબલ પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પડેલું હતું તો થયું ચાલો થોડું વાંચી લઈએ. શરૂઆતની 5 મિનીટ તો મેં કઈ ધ્યાન આપ્યું નહીં, પણ થોડી વાર પછી મારી બાજુના ટેબલ પર એક છોકરો ને છોકરી બેઠેલા હતા, એ બંનેનો અવાજ મને સંભળાયો. શરૂઆતમાં તો મજાક જ ચાલતી હતી, પણ જેમ જેમ સમય વીત્યો એ બંનેની વાતો પણ ગંભીર બનવા લાગી. ખાસ કરીને છોકરીની. છોકરાએ મારી સામે જોઇને નાની શરમાળ સ્માઈલ આપી. (આમ કોઈની વાતો સાંભળવી એ ખરાબ આદત છે, પણ એ સમયે મારી પાસે બીજો કોઇ રસ્તો પણ નહોતો.) છોકરાએ છોકરીને પૂછ્યું તને મારામાં એવું તો શું ગમે છે? બધું જ, તારો દેખાવ, તારી હેર સ્ટાઇલ, તારી કલોથિંગ સેન્સ, તારી સ્માઈલ, તારી પર્સનાલિટી, તારી લાઈફ સ્ટાઇલ, તારી સારી આદતો, તારી...

ભૂખ

રાત ના એક વાગ્યા છે. મારા મિત્રએ કહ્યું મને ભૂખ લાગી છે ચાલ કંઇક નાસ્તો કરવા જઈએ. સાંજે જમવામાં માજા નહોતી આવી તો ભૂખ લાગી છે. તો મેં કહ્યું કે ભૂખ્ખડ છે તું. રાત્રે શાની ભૂખ લાગે? હવે યાર ભૂખ છે... ગમે ત્યારે લાગે, અને એ કાંઈ કહીને થોડી લાગે કે હવે હું લાગવાની છું, તૈયાર રહેજો. ભગવાને માણસ ને ખાવા માટે તો બનાવ્યા છે. (ભૂખ્ખડ વ્યક્તિઓ માટે લાગુ પડે છે. આ લોકોનો બસ એક જ ધર્મ છે ખાવાનો.😂) અને એ લોકો એમનો ધર્મ એટલો ચોકસાઈથી પાડે કે... કામ કરતા ખાવા જોઈએ, વાંચતા ખાવા જોઈએ, ટીવી જોતા ખાવા જોઈએ, ચાલતા ચાલતા ખાવા જોઈએ અને અમુક તો એવા પણ છે કે ચાલુ ડ્રાઇવિંગે પણ ખાવા જોઈએ ભલે ને પછી એ કાચી પાંત્રીસ મસાલો(માવો) કેમ ના હોય😜 માણસ ની ઘંટી ચાલુ જ હોય... અવાદો જે ભી હોય એ બધું😂 ક્યારેક ઘંટી પણ બુમો પાડે 'બસ કર હવે' મારી કેપેસિટી નથી હવે.😂 અને પછી કેશે યાર પેટમાં તકલીફ લાગે છે, તો લાગે જ ને. થિયેટર વાળા આ ટીવી જોતા જોતા ખાવા પરથી જ ઇન્સપાયર થયા છે.  ક્યારેક જો ભૂલ થી થિયેટરમાં મુવી જોવા જવાનું થાય ને તો ત્યાં પણ પોપકોર્ન લેવા પડે. અને એ પણ 250 રૂપિયા તો ...